Varsha's rasoy

Varsha's rasoy if you crazy about cooking come,join me.

આજે જે કેક ની રેસીપી મૂકું છું તે "રસોઈની રાણી " ગ્રુપ ની કેક compitition  યોજાઇ હતી તેમાં માં ફર્સ્ટ પ્રાઈઝ જીતેલી છે"ચ...
17/08/2026

આજે જે કેક ની રેસીપી મૂકું છું તે "રસોઈની રાણી " ગ્રુપ ની કેક compitition યોજાઇ હતી તેમાં માં ફર્સ્ટ પ્રાઈઝ જીતેલી છે
"ચોકલેટ કેક"તો ચાલો જોઈએ રેસીપી
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
સામગ્રી
*******
1વાટકી મેંદો
1વાટકી દૂધ
1/2ચમચી લીંબુ નો રસ
1/2વાટકી દળેલી ખાંડ
1/2વાટકી કોકો પાવડર
1ચમચી બેકિંગ પાવડર
1/2ચમચી સોડા
1/2ચમચી નિમક
1ચમચી તેલ
બટર પેપર ગોળ આકાર કાપેલો
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
આઇસિંગ કે ગારનિસિંગ
*******************
ચપટી લાલ કલર
ચપટી લીલો કલર
8-10કોઈ પણ મીઠા બિસ્કીટ
(મે ગુડ ડે લીધા છે)
100ગ્રામ ચોકલેટ સ્લેબ
8-10ચોકલેટ શોટસ
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
રીત
****
1,)❤️સૌપ્રથમ ગેસ ઉપર કુકરમાં નિમક પાથરી પ્રી હીટ થવા રાખી દો.
2)❤️જે વાસણમાં કેક બનાવવી છે તે કેક ના વાસણ ને તેલ અથવા બટર થી ગ્રીસ કરી લો તેના પર ચપટી મેંદાનો લોટ છાંટી દો . અથવા બટર પેપર હોય તો બટર પેપર ગ્રીસ કરી વાસણમાં ગોઠવી દો.

3)❤️ સૌ પ્રથમ એક વાટકી દૂધમાં ૧ વાટકી મેંદો અડધી ચમચી લીંબુનો રસ, અડધી વાટકી દળેલી ખાંડ, એક ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી સોડા, બે ચપટી નમક નાખીને ખુબ જ સરસ રીતે એક જ દિશામાં બીટર થી ફિટો. અને કેક ના વાસણ માં રેડી દો.
4)❤️ હવે કુકર પ્રિ હિટ થઈ ગયું છે જે વાસણમાં કેકનું બેટર ભર્યું છે તેને જરા ટેપ કરી લેવું જેથી એયર ન રહે.
5)❤️ કુકરમાં કેક નું વાસણ મૂક્યા પછી 35થી 40 મિનિટ સુધી રહેવા દો તાપ બિલકુલ ધીમો રાખવાનો છે પછી ચપ્પુ અથવા કોઈપણ ટૂથ પિક થી ચેક કરો જો તેમાં ટુથપીક અથવા ચપ્પુ કોરા કોરા આવે તો કેક રેડી છે નહીં તો પાંચેક મિનીટ રાખવું.
6)❤️ કેક તૈયાર થાય પછી 10 15 મિનિટ ઠરવા દેવું પછી તેને પ્રિ મોલ્ડ કરવું.
7)❤️ કેક સાવ ઠરી જાય પછી જ ગાર્નીશિંગ કે આઈસીંગ કરવું.
8)❤️ હવે મિક્સીમાં બિસ્કિટનો ભૂકો કરી લેવો. તે ભુકા ના બે ભાગ કરી લેવા એકમાં લાલ અને બીજામાં લીલો કલર ચપટી જેટલો નાખી જરૂર મુજબ દૂધ લઇ લોટ બાંધવો પછી તેના પાંદડા અને ગુલાબના ફૂલો નો આકાર આપવો.
9)❤️ ચોકલેટ સ્લેબ ને ડબલ બોઈલર થી એટલે કે એક વાસણમાં પાણી મૂકી તેના પર કાટ કે વાટકી મૂકી તેના ઉપર ચોકલેટના ટુકડા બીજા વાસણમાં મૂકો અને ચોકલેટ ને ઓગાડવી પછી તેને કોનમાં ભરી લેવું અને કોન પેક
કરી દેવોઆખા કેક ઉપર કોન થી જ ફરતી બાજુ અને ઉપર ફેલાવી દેવું હવે થોડીવાર તેને ફ્રિઝમાં મૂકી દેવું
10,)❤️ 10 15 મિનિટ પછી ફ્રીજમાંથી તેને બહાર કાઢી લો. તેના ઉપર તૈયાર કરેલા બિસ્કીટના ગુલાબના ફૂલ અને પાનને તમારી રીતે ગોઠવી દો પછી ચોકલેટ સોટ્સ, ગોઠવી દો અને હવે બાકીના પાર્ટમાં ચોકલેટ ના કોન થી ચેક્સ મૂકી દો અને ચેક્સ માં જેનાથી ફુલ બનાવ્યા છે પાન બનાવ્યા છે તેના બોલ મૂકી દો ફરતી બાજુ જેલી ગોઠવી છે આમ આપણને ગમતી રીતે કેક ને સજાવી શકાય.
જય શ્રી કૃષ્ણ ❤️🙏❤️

Sure ❤️ Here is the complete English translation, keeping your recipe format and details intact:
Chocolate Cake — 1st Prize Winner 🏆
Today’s cake recipe that I am sharing with you is “Chocolate Cake.”
This cake won First Prize 🏆 in the cake competition organized by the “Rasoi Ni Rani” group.
So, let’s see the recipe. ❤️❤️❤️
Ingredients
1 cup all-purpose flour (maida)
1 cup milk
½ tsp lemon juice
½ cup powdered sugar
½ cup cocoa powder
1 tsp baking powder
½ tsp baking soda
½ tsp salt
1 tsp oil
Round-cut butter paper
For Icing / Garnishing
A pinch of red food colour
A pinch of green food colour
8–10 sweet biscuits (I used Good Day biscuits)
100 g chocolate slab
8–10 chocolate shots
Method
1. ❤️ First, spread salt at the bottom of a cooker and keep it on the gas stove for preheating.
2. ❤️ Grease the cake tin with oil or butter and sprinkle a little maida over it. Alternatively, grease the round butter paper and place it inside the cake tin.
3. ❤️ Take 1 cup milk and add 1 cup maida, ½ tsp lemon juice, ½ cup powdered sugar, 1 tsp baking powder, ½ tsp baking soda and 2 pinches of salt. Beat everything very well in one direction using a be**er. Pour the batter into the prepared cake tin.
4. ❤️ By now, the cooker should be preheated. Tap the cake tin gently so that any trapped air bubbles are removed.
5. ❤️ Place the cake tin inside the cooker and cook for 35–40 minutes on very low flame. Then check the cake using a knife or toothpick. If it comes out clean and dry, the cake is ready. If not, cook for another 5 minutes.
6. ❤️ Once the cake is ready, let it cool for 10–15 minutes, then carefully remove it from the mould.
7. ❤️ Let the cake cool completely before doing the icing or garnishing.
8. ❤️ Grind the biscuits into a fine powder in a mixer. Divide the powder into two portions. Add a pinch of red colour to one portion and green colour to the other. Add milk as required and knead each portion into a dough. Shape them into rose flowers and leaves.
9. ❤️ Melt the chocolate slab using the double-boiler method. For this, take water in one vessel and place another vessel over it. Put the chocolate pieces in the upper vessel and melt them. Transfer the melted chocolate into a cone and seal it.
Spread the melted chocolate over the entire cake using the cone, making circular patterns around the sides and on the top. Then refrigerate the cake for a while.
10. ❤️ After 10–15 minutes, take the cake out of the refrigerator. Arrange the prepared biscuit roses and leaves on top as you like. Add the chocolate shots as well.
On the remaining portion, make a checkered pattern with the chocolate cone. Place small balls made from the same biscuit dough used for the flowers and leaves inside the checks. Arrange jelly around the sides.
You can decorate the cake in any way you like and give it your own beautiful touch. ❤️
Jai Shree Krishna ❤️🙏❤️

Hi friends Today's breakfast"Muglet"મુગલેટ એક સ્ટ્રીટ ફૂડ છે સામાન્ય રીતે બ્રેકફાસ્ટ કે ડિનરમાં ખાવામાં આવે છે ચાલો જોઈએ...
15/08/2026

Hi friends
Today's breakfast
"Muglet"
મુગલેટ એક સ્ટ્રીટ ફૂડ છે સામાન્ય રીતે બ્રેકફાસ્ટ કે ડિનરમાં ખાવામાં આવે છે ચાલો જોઈએ રેસીપી. સૌ પ્રથમ મગની દાળને ત્રણથી ચાર કલાક પલાળી દેવાની તેમાં થોડી ચણાની દાળ પણ નાખી શકાય હવે દાળ પડી જાય એટલે તેને પીસી નાખવાની છે મિક્સરમાં પીસ્યા પછી તેના અંદર ઝીણા સમારેલા કાંદા, ટામેટા, કેપ્સીકમ અને ગાજર વગેરે નાખી શકાય આ ઉપરાંત નિમક ,મરી પાવડર અને ધાણાભાજી નાખીને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને નોનસ્ટિક તવા ઉપર અથવા પીઝા પોટમાં તેને બંને બાજુ સરસ રીતે શેકી લેવાનું પાતળું કરવાનું નથી થોડું જાડું જ પાથરવાનું છે તૈયાર છે મુગલેટ ચા સાથે ચટણી સાથે કે દહીં સાથે આમની મજા લેવામાં આવે છે

Hi friends!
Today’s breakfast: “Muglet”
Muglet is a popular street food that is usually enjoyed for breakfast or dinner. Let’s see how to make it.
First, soak moong dal for 3–4 hours. You can also add a little chana dal. Once the dal is well soaked, grind it in a mixer.
Transfer the ground dal to a bowl and add finely chopped onion, tomato, capsicum, carrot, etc. Add salt, black pepper powder, and fresh coriander, then mix everything well.
Heat a non-stick tawa or pizza pot and cook the mixture nicely on both sides. Don’t spread it too thin; keep it slightly thick.
Your delicious Muglet is ready! Enjoy it with tea, chutney, or curd. 😋❤️

15/08/2026
15/08/2026

Happy independence day

15/08/2026

Happy Independence day

અળસી નો મુખવાસ...આ વસ્તુ માત્ર મુખવાસ જ નથી પણ ઔષધિ પણ છે ફેટ લોસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે જેવા પ્રોબ્લેમ માં સોલ્ય...
30/07/2026

અળસી નો મુખવાસ...
આ વસ્તુ માત્ર મુખવાસ જ નથી પણ ઔષધિ પણ છે ફેટ લોસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે જેવા પ્રોબ્લેમ માં સોલ્યુશન નું કામ કરે છે
આ માટે 250ગ્રામ અળસી લય લો એક ચમચી નિમક લય લો...
બે ત્રણ ચમચી પાણી માં એક ચમચી હળદર પાવડર નાખીને મિક્સ કરી લો
અળસી માં આ નિમક હળદર વાળું પાણી નાખી મિક્સ કરી થાળી માં પાથરી બે ત્રણ કલાક તડકે રાખી ,ગેસ પર ધીમા તાપે સેકી લો
બસ બોટલ માં ભરી ને ટાઈમ ચમચી મુખવાસ લેવો વધારે પણ લય સકાય.
તો તૈયાર છે અળસી નો મુખવાસ. આમાં તલ, ધાણા દાળ ,વરિયાળી વગેરે પણ મિક્સ કરી ને લય સકાય

ગોળ પાપડી, પાક, સુખડી આવા નામ થી ઓળખાતી આ ભારત માં ખાસ ગુજરાત સૌરાષ્ટ્ર માં જાણીતી આ સ્વીટ મારી ખૂબ પ્રિય છે .Hi friends...
29/07/2026

ગોળ પાપડી, પાક, સુખડી આવા નામ થી ઓળખાતી આ ભારત માં ખાસ ગુજરાત સૌરાષ્ટ્ર માં જાણીતી આ સ્વીટ મારી ખૂબ પ્રિય છે .
Hi friends..
સુખડી કે ગોળપાપડી...આ આપણી જૂની જાણીતી પરંપરાગત મીઠાઈ છે.
સુખડી સોફ્ટ અને સ્વાદિષ્ટ બનાવવા માટે નાનકડી ટિપ્સ પણ છે જેથી સુખડી ખૂબ જ સરસ બને છે
500ગ્રામ ઘઉં નો લોટ
300ગ્રામ ઘી
300ગ્રામ ગોળ
સૌપ્રથમ ઘઉંના લોટને ચાળીને ઘીમાં શેકવાનો છે તાપ ધીમો રાખી ચલાવતા રહેવાનું બદામી રંગનો થાય ત્યાં સુધી અને સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવાનો છે. હવે ગોળને સુધારીને રાખવાનો છે સુખડી સોફ્ટ બને એ માટે શેકેલા ઘઉંના લોટને 15 એક મિનિટ ઠરવા દેવાનો છે ઠરેલા લોટમાં ગોળ મિક્સ કરશો એટલે સુખડી સોફ્ટ બનશે જો લોટ ગરમ હશે અને ગોળ મિક્સ કરશું તો સુખડી સોફ્ટ નહીં બને આથી આ ટિપ્સ નું ખાસ ધ્યાન રાખવાનું છે કે શેકેલા લોટને 15 મિનિટ ઠરવા દેવું
લોટ ઠરી જાય એટલે તેમાં ગોળ જે સુધારીને રાખ્યો છે તે મિક્સ કરી દેવાનો બિલકુલ ગાંઠા ન રહે એ ધ્યાન રાખવાનું ગોળ સરસ મિક્સ થઈ જવો જોઈએ હવે તેને થાળીમાં ઢાળી દેવાનો અને કાપા પાડી લેવાના છે તૈયાર છે સ્વાદિષ્ટ અને સોફ્ટ સુખડી.

23/07/2026

લસણિયા બટેટા...ગ્રીન ગ્રેવી બટેકા ભૂંગળા સાથે. આપણા સૌરાષ્ટ્ર નું famous street food.
Testy ,and spishy .

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Varsha's rasoy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share